image

OUR OWN VIDHYAVIHAR

About The Institute

OUR OWN VIDHYAVIHAR

વર્ષ 2004માં પ્રાંતિજ શહેર તથા સમગ્ર તાલુકાનાં બાળકોને પ્રવૃત્તિલક્ષી તથા મૂલ્યલક્ષી અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે એ હેતુથી શરૂ થયેલ અવર ઑન વિદ્યાવિહાર માત્ર પ્રાંતિજ તાલુકામાં જ નહીં સમગ્ર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણનો શ્રેષ્ઠ વિકલ્પ રહી છે. અવર ઑન વિદ્યાવિહાર ધોરણ 1 થી 8 માં દેરકમાં ત્રણ વર્ગો એમ કૂલ 24 વર્ગોમાં બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ અને કલશોરથી હંમેશા ગૂંજતી હોય છે. અવર ઑન વિદ્યાવિહારના ધોરણ 1 થી 8નાં કૂલ 24 વર્ગોમાં શૈક્ષણિક વર્ષ 2020-21ની સ્થિતિએ કૂલ 650 બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે.

શિક્ષણને માત્ર વર્ગખંડ પૂરતું સીમિત ના રાખતાં અમે એમાં વિવિધ પ્રયોગો કરી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે હંમેશા પ્રયોગો કર્યા છે અને પ્રયોગરત રહીએ છીએ. બાળકો વર્ગખંડમાં ભણવાને બદલે ખુલ્લાં મેદાનમાં શિક્ષણ મેળવે એ માટે પ્રવૃત્તિલક્ષી શિક્ષણનો અભિગમ અપનાવ્યો છે. નાનાં બાળકો માટે પર્ણપોથી, માટીનાં રમકડાં, વેપારની રમત, ફુલછોડનો ઉછેર, બાગાયત, વિવધ ડિવસોની ઉજવણી, જેવી પ્રવૃત્તિનાના માધ્યમથી ધોરણ 1 થી 5નાં બાળકો સીધું શિક્ષણ મેળવી રહ્યાં છે.

ધોરણ 1 અને 2 માં તો બાળકો દફ્તરોના ભારથી મુક્ત થાય એ માટે ભાર વિનાનનું ભણતરનો નવતર પ્રયોગ છેલ્લાં પાંચ વર્ષથી ચાલી રહ્યો છે જેમાં બાળકો દફ્તરોનાં ભારથી મુક્ત થયાં છે.

કોરોનાની મહામારીમાં બાળકોનું શિક્ષણ ના બગડે એ માટે શાળાના તમામ શિક્ષકો ગુણવત્તાયુક્ત ઑનલાઇન શિક્ષણ આપી રહ્યાં છે. માત્ર કોર્ષ પૂરતાં શિક્ષણને સીમિત ના રાખતાં સ્પોર્ટ્સ તથા ચિત્ર અને ક્રાફ્ટ જેવા વિષયોનું શિક્ષણ પણ ઑનલાઇન અપાઇ રહ્યું છે. અમારા શિક્ષણની ગુણવત્તાઓ એ પુરાવો છે કે ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઇન ચિત્ર સ્પર્ધામાં અવર ઑન વિદ્યાવિહારના વિદ્યાર્થી કામીલ મનસૂરીએ સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શાળા પરિવાર તથા સમગ્ર પ્રાંતિજ તાલુકાનું નામ રોશન કર્યું છે.

શાળાના બાળકોના સ્પોર્ટ્સમાં સુંદર દેખાવને કારણે ગુજરાત રાજ્ય સોપોર્ટ્સ ઑથોરિટી દ્વારા અવર ઑન વિદ્યાવિહારનાં બાળકોને ફૂટબૉલ તથા બાસ્કેટબૉલમાં પદ્ધતિસરનું કોચીંગ મળે એ માટે નેશનલ લેવલના બે કોચ ફાળવવામાં આવ્યાં છે. શાળામાંથી દર વર્ષે પાંચેક જેટલાં બાળકો રાજ્યની વિવિધ ડી.એલ.એસ.એસ (સ્પોર્ટ્સ સ્કૂલોમાં) પ્રવેશ મેળવી રહ્યાં છે.

ફૂડ ફેસ્ટીવલ, વિજ્ઞાન અને કલાપ્રદર્શન, વાલી રમત-ગમત, શિક્ષક દિન, માતૃભાષા દિવસ, દરેક ધર્મના મુખ્ય તહેવારોની ઉજવણી, વાર્ષિકોત્સવ, જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકો શિક્ષણની સાથે સાથે ઉત્સાહપૂર્વક અનૌપચારિક શિક્ષણ પણ મેળવી રહ્યાં છે.

શાળાનાં બાળકોને પીવા માટે આર.ઓ પ્લાન્ટનું પાણી, દરેક વર્ગખંડમાં સી.સી.ટીવી કેમેરા, ઓડિયો સિસ્ટમ, રમત-ગમતનાં અત્યાધુનિક સાધનો જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. યુનિટ ટેસ્ટ, વિવિધ વીકલી ટેસ્ટ, સત્રાંત પરીક્ષાઓના આયોજન દ્વારા બાળકોનું શૈક્ષણિક મૂલ્યાંકન કરવામાં આવે છે. તમામ બાળકોના પ્રોગ્રેસ રીપોર્ટ માટે વાલી મીટિંગ, નિયમિત ફોન દ્વારા જાણ તથા નબળાં બાળકો માટે વધારાના શૈક્ષણિક ક્લાસનું આયોજન કરી એમનામાં રહેલી ઉણપ દૂર કરવામાં આવે છે.